હારીજ અને ચાણસ્મા મંદીર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે કચ્છ માથી ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ જિલ્લામાં વિવિધ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા હારીજ પોલીસ સ્ટેશનના ઇન્યાજે પીઆઈ સોલંકી નાઓના સીધા માર્ગદર્શન વેઠળ પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટેના ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે હારીજ અને ચાણસ્મા મંદિર ચોરીમાં સંડોવાયેલા અને નાસતો ફરતો શખ્સ કચ્છ ના અંજાર ખાતે હોવાની હકીકત મળતા ટીમે ઉપરોક્ત સ્થળે પહોંચી પ્રાણભાઇ નાથાભાઇ રાવળ રહે.સવપુરા તા. કાંકરેજ જી-બનાસકાઠાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- March 8, 2025
0
89
Less than a minute
You can share this post!
editor