સદીઓથી પાટણની ધરતીએ અનેક માતૃશક્તિ આપી જેના લીધે પાટણની વૈશ્વિક નામના રહી છે – ભરત ચૌધરી
દેશમાં સખીમંડળ દ્વારા 1.44 કરોડ મહિલાઓ 2.50 લાખ કરોડની લોન લઇ આત્મનિર્ભર બની છે: રાકેશ વર્મા, પાટણ – ગોલાપુર રોડ પર આવેલા દેના ગુજરાત સ્વરોજગાર તાલીમ કેન્દ્ર ખાતે શુક્રવારે નાબાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે સખી મંડળની મહિલાઓ, વિવિધ એનજીઓ અને પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મહિલા દિનની ઉજવણી પ્રસંગે પ્રેરક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નાબાર્ડ ડી ડી એમ રાકેશ વર્માએ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની શરૂઆત અને આજે ભારતમાં મહિલાઓની પ્રગતિ માટે સખી મંડળોમાં કામ કરતી દેશની 1.44 કરોડ માતૃશક્તિ 2.50 લાખ કરોડની લોન લઇ આત્મનિર્ભર બની હોવાનું જણાવ્યું તેમણે વધુમાં મહિલાઓની ક્ષમતા, તેમના વિકાસ સંદર્ભમાં સરકારની નીતિ અને મહિલાઓના ઉત્કર્ષ માટે ચાલતી યોજનાઓ તરફ પ્રકાશ પાડ્યો હતો. સ્વરોજગાર કેન્દ્રના નિયામક દિનેશભાઇ જણાવ્યું હતું કે ભારત જ એક માત્ર દેશ છે જ્યાં નારીને શક્તિ સ્વરૂપા માની તેની પૂજા કરાય છે તેમણે વધુમાં ઉમેર્યું કે સંગઠનમાં શક્તિ છે ત્યારે આ કેન્દ્ર પણ 60 પ્રકારની તાલીમો આપે છે જેમાં ટેડી બિયર, ભરતગુથણ, વાસ તાલીમ વગેરે થકી આ વર્ષે 1060 તાલીમાર્થીઓમાંથી 850 બહેનો રહી છે.