મહેસાણા મહાનગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે મોટી કાર્યવાહી કરી છે. મનપાએ રામોસણા રોડ પર આવેલા બાલાજી એવન્યુમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલી 18 દુકાનો સીલ કરી છે. આ દુકાનો પર રૂ. 5.19 લાખ જેટલો વેરો બાકી હતો. મનપાએ નાગલપુર હાઈવે પર આવેલા શંભુ કોમ્પલેક્સમાં દુકાન નંબર 1થી 5 અને 6થી 11 સુધીની દુકાનો પાસેથી રૂ. 1.58 લાખનો વેરો વસૂલ્યો છે.
આમ, સ્થળ પર કુલ રૂ. 3.23 લાખની વેરા વસૂલાત કરવામાં આવી છે. વધુમાં, નાગલપુર સ્થિત નીલકંઠ ઈન્ડસ્ટ્રીઝની એક શેડ, પૃથ્વી કોમ્પલેક્સની એક દુકાન અને મોઢેરા રોડ પર આદિત્ય નગર સોસાયટી સામેની એક દુકાન મળી કુલ 4 દુકાનો પણ સીલ કરવામાં આવી છે. મનપાએ અગાઉ બાકી વેરા ધરાવતા તમામ એકમોને નોટિસ આપી હતી, પરંતુ વેરો ન ભરતાં આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.