પ્રમાણપત્ર અને રૂ.૫૦૦૦/- નો રોકડ પુરસ્કાર એનાયત કરાયો; એક પખવાડિયા પહેલા પાલનપુરના યુવા ફિલ્મ મેકર નયન ચત્રારિયા દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે એક શોર્ટ ફિલ્મ “લાઇફ” નું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજ્ય અને રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં આ શોર્ટ ફિલ્મ મુકવામાં આવી છે. જેમાં રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન અને નેમ આર્ટસ દ્વારા SFS Edu. Expo. અંતર્ગત રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય કક્ષાની શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી વિવિધ ફિલ્મ મેકર દ્વારા તૈયાર કરાયેલ શોર્ટ ફિલ્મો નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં પાલનપુરના યુવા ફિલ્મ મેકર નયન ચત્રારિયા દિગ્દર્શિત અને પાલનપુરના અભિનેતા રાજ વાગડોદા હીના પટેલ અને કુમાર ચત્રારિયા અભિનીત ” લાઇફ” શોર્ટ ફિલ્મને “બેસ્ટ સિનેમેટોગ્રાફી એવોર્ડ”, પ્રમાણપત્ર અને રૂ.૫૦૦૦/- નો નકદ પુરસ્કાર એનાયત થયો હતો. તદુપરાંત, સ્ક્રીન લાઈટ ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન, મુંબઈ માં પણ આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોમિનેટ થઈ પાલનપુરનું ગૌરવ વધાર્યું છે.