બાકીદારોની દુકાનો સીલ કરવાની કાર્યવાહી: રૂ.1.33 લાખની વસુલાત; પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસુલાતને લઈને રીઢા બાકીદારો સામે તવાઈ હાથ ધરી છે. ત્યારે આજે બાકીદારો સામે દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા બાકીદારો ફફડી ઉઠ્યા હતા. જેને પગલે પાલિકાએ રૂ.1.33 લાખની વસુલાત કરી હતી.
પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સુચનાથી પાલનપુર નગરપાલિકાની લીજવાળી માલિકીની દુકાનમાં લીજના ભાડા બાકી હોઇ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વારંવાર નોટિસ આપવા છતાં પૈસા ભરતા ન હોઇ આજરોજ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર નારાયણભાઈ મકવાણા, પ્રવીણભાઈ ડાભી, સુરેશ દેસાઈ, બીપીન પરમાર સહિતના સ્ટાફે ગુરુનાનક ચોક કીર્તિસ્થંભ પ્રહલાદ શોપિંગ સેન્ટર વગેરે જગ્યાએ કામગીરી હાથ ધરી હતી. જેમાં 1,33, 337 રૂપિયા રિકવરી કરવામાં આવી હતી અને આ કામગીરી સતત ચાલુ રહેશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.