ચાણસ્મા-મહેસાણા હાઈવે પર બંસી કાઠીયાવાડી હોટલ ની નજીક આવેલ બંસી નાસ્તા કોર્નરમાં રવિવારે બપોરના સુમારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા કાળા ડિબાગ ધુમાડા ના ગોટે ગોટા હવામાં ફેલાતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉંટી પડ્યા હતા. બનાવ ની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ખાનગી પાણીના ટેન્કરો બોલાવી પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા પોલીસ સહિતના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આગમાં સામાન બળીને રાખ થતા કોનૅર માલિક ને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

- March 2, 2025
0
56
Less than a minute
You can share this post!
editor