પાટણ નગરપાલિકાના વોર્ડ નં.૫ વિસ્તારમાં આવેલા હાસાપુર બસ સ્ટેન્ડ થી અંબાજી નેળીયા તરફ જતા માર્ગ ઉપર ઘણા લાંબા સમયથી ગંદકી અને કોકરેટ વેસ્ટના ઢગલા ખૂબ મોટા પ્રમાણમાં થવા પામ્યા હોય જેના કારણે અંબાજી નેળીયા વિસ્તારની તમામ સોસાયટીના રહીશોને અવર- જવર માટે ખુબ મુશ્કેલીઓ ઊભી થવાની સાથે લોકોને આવી ગંદકી માથી પસાર થવું પડતું હતું. ત્યારે આ ગંદકી સહિત કોકરેટ ના ઢગલાઓ દુર કરવા વિસ્તારની કૃષ્ણમ અને શુકન રેસિડેન્સી સોસાયટીના રહીશોની સાથે શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલ દ્વારા પાલિકાના ચિફ ઓફિસર સમક્ષ રજૂઆત કરતાં શનિવારે પાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીન ની મદદથી ઉપરોક્ત માગૅ ની ગંદકી સાથે કોકરેટ ના ઢગલા દુર કરી આ માગૅ ને સ્વચ્છ બનાવતા વિસ્તાર ના રહીશોએ રાહત અનુભવી છે.

- March 2, 2025
0
55
Less than a minute
You can share this post!
editor