ચાણસ્મા પોલીસે જુગાર સાહિત્ય અને રોકડ રકમ મળી રૂ. ૧૦,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો ચાણસ્માના વડાવલી ગામની સીમ માંથી તીન પત્તીનો જુગાર રમતા છ શકુનિયો રોકડ રકમ સહિતના જુગાર સાહિત્ય સાથે ચાણસ્મા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ફેલાયેલી જુગારની ગે.કા પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ કરેલ સુચના આધારે ના.પો.અધિ ડી.ડી.ચૌધરી રાધનપુરનાઓના તથા ચાણસ્મા પીઆઈ આર.એચ.સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ ચાણસ્મા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ માં હતા. ત્યારે બાતમી મળેલ કે વડાવલી થી મેસરા ગામે જવાના નવીન બનેલ રોડ ખાતે વડાવલી ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના અંગત ફાયદા સારૂ તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે.
જે હકીકત આધારે ચાણસ્મા પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળ પર ઓચિંતો છાપો માંરીને જાહેરમાં પાના પતિ નો જુગાર રમી રહેલા પટેલ મહેન્દ્ર શંકરભાઇ, સોલંકી પ્રહલાદ કાનજીભાઈ, સોલંકી પરેશ મોહનભાઇ, સોલંકી અરવિંદ ભીખાભાઇ,સોલંકી ખોડાભાઇ પચાણભાઇ અને સોલંકી સોમાભાઈ ભલાભાઇ તમામ રહે.છમીછા તા.ચાણસ્મા વાળાઓને રોકડ રકમ તથા જુગાર સાહીત્ય મળી કુલ રૂ. ૧૦,૯૦૦ મુદામાલ ઝડપી તમામ વિરૂધ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ.૧૨ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.