ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાતમાં ફસાયેલા વધુ 14 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કુલ 55 કામદારો બરફમાં ગુમ થયા હતા. આમાંથી 47 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. આઠ કામદારો હજુ પણ બરફમાં ફસાયેલા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને બાકીના કામદારોની શોધ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા માના ગામમાં બરફથી ઢંકાયેલા કેમ્પમાંથી બચાવ કાર્યકરોએ વધુ 14 કામદારોને બચાવ્યા છે. શનિવારે હિમપ્રપાત સ્થળ પર શોધ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. આઠ કામદારો હજુ પણ ફસાયેલા છે.
શુક્રવારે સવારે માના અને બદ્રીનાથ વચ્ચે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન કેમ્પમાં હિમપ્રપાતમાં ફસાયેલા 55 મજૂરોમાંથી 14 મજૂરોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી 47 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. શુક્રવાર રાત સુધીમાં, 33 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. શુક્રવારે વરસાદ અને હિમવર્ષાના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો અને રાત પડતાં બચાવ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. શનિવારે હવામાન સાફ થતાં હેલિકોપ્ટર કામગીરીમાં જોડાયા.