અંડરપાસની અંદર વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ લાઈન ઉપર ગાબડું પડ્યું; તકલાદી કામ, વાહનચાલકો પરેશાન વડગામ તાલુકાના છાપીમાં રેલવે દ્રારા બનાવવામાં આવેલ અંડરપાસ માં ગાબડું પડતા વાહન ચાલકો માં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જ્યારે રેલવે દ્રારા બનાવવામાં આવેલ અંડરપાસ ની ગુણવત્તા ને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
વડગામ તાલુકાના છાપી રેલવે સ્ટેશનની દક્ષિણ દિશાએ વાહનો તેમજ લોકોની અવરજવર માટે બનાવવામાં આવેલ અંડરપાસ શરૂ થયાના દોઢ વર્ષ માં બીજી વખત અંડરપાસ ની પશ્ચિમ દિશામાં વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ લાઈન ઉપર મસમોટું ગાબડું પડતા વાહન ચાલકો માં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. રેલવે દ્રારા બનાવવામાં આવેલ અંડર પાસની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે અંડરપાસ ની બન્ને બાજુ એ પાકો રોડ પણ બનાવવામાં ન આવતા નાના નાના વાહનો ને વાહન ચલાવવા માં પણ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે રેલવે ના સત્તાધીશો દ્રારા તાત્કાલિક સમાર કામ કરવા સાથે બન્ને સાઈડ પાકો રોડ બનાવવાં આવે તેવી વાહનચાલકો તેમજ ખેડૂતોમાં માગ ઉઠવા પામી છે.