દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવતો પાણી પુરવઠો ઘણા વિસ્તારમાં ભૂગર્ભ ની લાઇન સાથે જોડાતા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં અવારનવાર પાણી દૂષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાની બુમરાડ શહેરીજનો ઉઠવા પામી છે.
ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી પાટણ શહેરના વોર્ડ નંબર પાંચ મા સિધ્ધપુર હાઇવે પરની મેઘદૂત સોસાયટી ની સામે આવેલ કોમર્શિયલ વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો ભૂગર્ભ ગટર સાથે જોડાણ થયો હોવાથી આ વિસ્તારમાં દુર્ગંધ અને દૂષિત બનેલ મિશ્રિત પાણી આવતું હોવાની બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે આ સમસ્યા ના નીરાકરણ માટે પાટણ નગરપાલિકા તંત્રનું વિસ્તારના લોકો દ્વારા ધ્યાન દોરી રોગચાળો ફાટી નિકળે તે પહેલાં સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તેવી માગ કરી રહ્યા છે.