ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીએ ગંભીર સમસ્યા સર્જી છે. ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થવાથી રસ્તા પર મોટા ખાડા પડ્યા છે. આ માર્ગ પર 20થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. બટાકાની સીઝન હોવાથી દિવસ-રાત ટ્રેક્ટરોની અવરજવર રહે છે. છેલ્લા ત્રણ દિવસમાં બટાકા ભરેલા ત્રણથી વધુ ટ્રેક્ટરો ખાડામાં ફસાઈને પલટી ગયા છે. આ સમસ્યાથી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. અગાઉ રસ્તાની એક તરફ નંખાયેલી પાઇપલાઇનનું પણ યોગ્ય પુરાણ થયું નથી. હવે બીજી તરફના ખોદકામમાં પણ આવી જ બેદરકારી જોવા મળી રહી છે.ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના આ પ્રોજેક્ટમાં નગરપાલિકા પણ કોઈ કાર્યવાહી કરતી નથી. સ્થાનિક રહીશો અને ખેડૂતોએ બંને સંસ્થાઓને તાત્કાલિક ઉકેલ માટે રજૂઆત કરી છે.

- February 28, 2025
0
30
Less than a minute
You can share this post!
editor