થરાદ તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સણધર પુલ પાસે કેનાલમાં મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ તરત જ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના નેતૃત્વમાં ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. યુવકની ઓળખ થઈ શકી નથી. તેના શરીર પરથી કોઈ ઓળખપત્ર કે અન્ય પુરાવા મળ્યા નથી. મૃતક યુવકના જમણા હાથમાં માત્ર એક ચાંદીનું કડું પહેરેલું મળી આવ્યું છે. ફાયર બ્રિગેડે મૃતદેહને થરાદ પોલીસને સોંપી દીધો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકની ઓળખ અને મૃત્યુના કારણો અંગે તપાસ ચાલી રહી છે.

- February 27, 2025
0
64
Less than a minute
You can share this post!
editor