અગ્નિ સ્નાન કરનારી પૂર્વ નગરસેવિકાનું નિધન; 3 ની ધરપકડ

અગ્નિ સ્નાન કરનારી પૂર્વ નગરસેવિકાનું નિધન; 3 ની ધરપકડ

બારડપુરા પોલીસ ચોકી બહાર અગ્નિદાહ કરનાર મહિલાનું સારવાર દરમિયાન મોત

પડોશી સાથેની તકરારમાં પૂર્વ નગરસેવિકા ગુલશનબેન ચુનારાએ જીવ ગુમાવ્યો: 3 ની ધરપકડ

પાલનપુરમાં પડોશી સાથેની નજીવી તકરારમાં પાલનપુર નગર પાલિકાની પૂર્વ નગરસેવિકાએ સપ્તાહ અગાઉ બારડપુરા પોલીસ ચોકીની બહાર આત્મદાહ નો પ્રયાસ કરતા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેનું મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના જનતા નગરમાં રહેતા બે મુસ્લિમ પરિવારો વચ્ચે કચરો નાંખવા જેવી નજીવી બાબતે તકરાર થઈ હતી. જે અંગે બંને પક્ષો દ્વારા પોલીસ સ્ટેશનમાં સામ સામે અરજીઓ કરાઈ હતી. જેને લઈને પોલીસે બંને પક્ષને બારડપુરા પોલીસ ચોકીએ બોલાવ્યા હતા. જ્યાં લાગી આવતા પાલનપુર નગરપાલિકા માં કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા પૂર્વ નગરસેવિકા ગુલશનબેન ચુનારાએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી નાખી આત્મદાહનો પ્રયાસ કર્યો હતો.

આત્મવિલોપન કરવા જતાં ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં છ એક દિવસની સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. જોકે, પૂર્વ નગરસેવિકાને અંતિમ પગલું ભરવા મજબૂર કરવાના આ કેસ માં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

નજીવી બાબતે પૂર્વ નગરસેવિકાએ જીવ ખોયો; પાલનપુરના વોર્ડ નં.4માં થી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પૂર્વ નગર સેવિકા ગુલશનબેન ચુનારાને તેઓના પડોશી સાથે કચરો નાખવા જેવી નજીવી બાબતે તકરાર થઈ હતી. જે મામલે આવેશમાં આવી જઈ અગ્નિ સ્નાન જેવું અંતિમ પગલું ભર્યું હતું. જોકે, કચરો નાખવા જેવી બાબતે અગ્નિસ્નાન જેવું અંતિમ પગલું ભરવા મજબૂર થવાની થિયેરી ગળે ઉતરે તેમ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો વળી પોલીસ ચોકી સુધી જ્વલનશીલ પ્રવાહી કેવી રીતે પહોંચ્યું તે પણ તપાસનો વિષય છે. ત્યારે પોલીસ આ તમામ રહસ્યો ઉકેલી સત્ય બહાર લાવશે ખરી? તે બાબત ચર્ચાની એરણે ચડી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *