70 જેટલા શ્રદ્ધાળુઓ પાસેથી રૂ. 8-8 હજાર લઈને ટ્રાવેલ્સ સંચાલક ફરાર- યાત્રીકોનો આક્ષેપ
મોડાસામાં પ્રયાગરાજ મહાકુંભ યાત્રા માટે શ્રદ્ધાળુઓ સાથે મોટી છેતરપિંડી સામે આવી છે. મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે 70 શ્રદ્ધાળુઓને ચૂનો લગાવ્યો છે. સંચાલકે 8 દિવસની ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રામાં પ્રયાગરાજ, અયોધ્યા, કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન સહિત 7 ધર્મસ્થળોની મુલાકાત કરાવવાનું વચન આપ્યું હતું. દરેક યાત્રાળુ પાસેથી 8 હજાર રૂપિયા ઓનલાઈન બુકિંગ પેટે લીધા હતા. આજે સવારે 10 વાગે મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી યાત્રા શરૂ થવાની હતી. પરંતુ ટ્રાવેલ્સની ગાડી આવી નહીં. યાત્રાળુઓએ સંચાલકને ફોન કર્યો પણ તેમના મોબાઈલ સ્વિચ ઓફ આવ્યા હતો. આ રીતે સંચાલકે કુલ 5.60 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ યાત્રાળુઓ ભારે રોષ સાથે કરી રહ્યા છે. હાલ સંચાલકનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.