અજાણ્યા વ્યક્તિનો મોબાઇલ, ચંપલ અને લૂંગી કેનાલ કિનારે મળ્યા, થરાદ વિસ્તારમાં થરાદ-વાવ હાઈવે પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં એક અજાણ્યા વ્યક્તિએ ઝંપલાવ્યું હોવાની આશંકાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ બનાવને પગલે અરેરાટી પ્રસરવા પામી હતી. થરાદમાં નર્મદા કેનાલ કિનારેથી એક મોબાઈલ ફોન, ચંપલ અને લૂંગી મળી આવતાં કોઈ વ્યક્તિએ કેનાલમાં કૂદકો લગાવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા.ફાયર બ્રિગેડની ટીમ શોધખોળમાં જોડાઈ હતી. આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે તેમને કોલ મળતાં જ તેઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને કેનાલમાં શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો કે, અત્યાર સુધી કોઈ વ્યક્તિ મળી આવી નથી. આ બનાવને પગલે ચકચાર મચવા પામી હતી.

- February 24, 2025
0 31 Less than a minute
You can share this post!
editor