પાટણ શહેરના સ્કૂલ માગૅ પર મોટો ભૂવો પડતાં અકસ્માતની સંભાવનાઓ પ્રબળ બની

પાટણ શહેરના સ્કૂલ માગૅ પર મોટો ભૂવો પડતાં અકસ્માતની સંભાવનાઓ પ્રબળ બની

પાલિકા તંત્ર કે વિસ્તારના નગરસેવકો લોકો ની સમસ્યા દૂર કરવા અસમર્થ બનતાં રોષ

હાલમાં પાટણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી તેમજ નવા પાણીના પાઇપલાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના માર્ગદર્શન વિના આડેધડખોદ કામ કરી પાણીની મુખ્ય પાઇપલાઇન લીકેજ કરવાની સાથે કામગીરી પૂર્ણ થયા બાદ ખોદકામ કરેલ ખાડાઓનું સુવ્યવસ્થિત રીતે પુરાણ નહીં કરાતા અવારનવાર માર્ગો પર ભુવા પડવાની સમસ્યાઓ સર્જાય રહી છે.

ત્યારે શહેરના સરદારબાગ નજીક નાણાવટી સ્કૂલ, સુભાષ ચોક રોડ તરફ જવાના માર્ગ પર મોટો ભુવો પડતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકોમાં અકસ્માત થવાની સંભાવનાઓ બનવા પામી છે. વિસ્તારના રહીશોએ કોઈ અકસ્માત ન થાય તે માટે માર્ગ પર પડેલા હોવાને સુરક્ષિત બનાવવા ભુવાની ફરતે ઈટો તેમજ લાકડીમા કપડું લગાવી લોકો ને ભુવાથી અવગત કરવામાં આવી રહ્યાં છે. તો આ વિસ્તારમાં ખોદકામ દરમિયાન દિવસભર રોડ પર એકલી માટી ઉડતી હોવાના કારણે પણ લોકો પરેશાન બન્યાં છે છતાં પાલિકા તંત્ર કે આ વિસ્તારમાથી ચુંટાયેલા નગરસેવકો લોકોની સમસ્યા શુધ્ધા જોવા આવતું ન હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો હોવાની સાથે વોર્ડ નંબર 7 ના રહિશો એ ભાજપ ને વોટ આપી છેતરાઈ હોવાનો અહેસાસ કરતાં હોવાના આક્ષેપ વિપક્ષના નગર સેવક ભરત ભાટીયા દ્રારા કરવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *