ભારત સરકારની સૂચના મુજબ 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2025 સુધી રાજ્યમાં વિશેષ એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 30 વર્ષથી વધુ ઉંમરના લોકોની તપાસ કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભાડ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન થયું હતું.
કેમ્પમાં કુલ 128 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી. આ તપાસમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ અને ત્રણ પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. ડૉ. જૈમિક ચૌધરીના નેતૃત્વમાં સીએચઓ અને આરોગ્ય કર્મચારીઓએ કેમ્પનું સંચાલન કર્યું. સમગ્ર કેમ્પનું સુપરવિઝન નરેન્દ્રભાઈ અને આયુષ મેડિકલ ઓફિસર ડૉ. કમલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું.