પાટણ યુનિવર્સીટી ના મહિલા પ્રોફેસરની કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો દાંતીવાડા તાલુકાના ના ભાખર પાસે શનિવારે ઇકોસ્પોટ કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમા બાઇક સવાર યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મળતી વિગતો મુજબ ડીસા થી ચિત્રસણી જતા હાઇવે રોડ પર ભાખર ગામની સીમ પાસે પાટણ યુનિવર્સીટીના મહિલા પ્રોફેસરની ગાડી અને બાઈક નો ગંભીર અકસ્માત થયો હતો, જેમાં દાંતીવાડા ના નાની ભાખર ગામના આશાસ્પદ યુવાન દજુસિહ વાઘુસિહ વાઘેલા ઉ.વ.૩૦ નું મોત નિપજ્યું હતું, મૃતક યુવકને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા, બનાવ ની જાણ થતાં દાંતીવાડા પોલીસ પણ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- February 22, 2025
0
127
Less than a minute
You can share this post!
editor