અલગ અલગ ૧૦ ટીમો ત્રાટકતા વીજ ચોરી કરતા શખ્સોમાં ફફડાટ; ભાભર તાલુકા તેમજ ભાભર શહેરમાં યુજીવીસીએલ દ્વારા ડ્રાઈવ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ ટીમો બનાવવામાં આવી હતી. ભાભર શહેર તેમજ ભાભર તાલુકાના ૨૦ જેટલા ગામોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ખેતીવાડી, રેસિડન્સિ, કોમર્શિયલ સહિતનું વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ જેટલા લોકો વીજ ગેરરીતિ કરી વીજ ચોરી કરતા પકડાયા હતા.તેમને યુજીવીસીએલ દ્વારા રૂ.૫.૭૬ લાખનો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો. વીજ ચોરી બાબતે ભાભર યુ.જી.વી.સી.એલ. નાયબ ઇજનેર આર.કે.પટેલને પુછતા જણાવ્યુ હતું કે ભાભર તાલુકામાં ડ્રાઇવ યોજી વિજિલન્સ સહિતની ૧૦ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વીજ ગેરરીતિ તેમજ વીજ ચોરી પકડાતાં દંડ ફટકારવામાં આવેલ છે.

- February 22, 2025
0 50 Less than a minute
You can share this post!
editor