ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર અને ખાણ ખનીજ વિભાગની કચેરી ખાતે રજૂઆત કરાઈ; દાંતા તાલુકામાં ચાલતા ડામર પ્લાન્ટો ના કારણે લોકોના આરોગ્ય પશુપાલન તેમજ ખેતીને પણ નુકસાન થતું હોવાથી ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરી ડામર પ્લાન્ટ કાયમી ખાતે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
દાંતા તાલુકામાં ડામર પ્લાન્ટો આવેલા છે. આ ડામર પ્લાન્ટ ના કારણે માનવ,પશુ તેમજ ખેતી ને નુકસાન થઈ રહ્યું છે. જેને લઇ અગાઉ કલેકટર કચેરી, ખાણ ખનીજ વિભાગ, આરોગ્ય તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેથી થોડોક સમય પૂરતા આ ડામર પ્લાન્ટો બંધ થઈ ગયા હતા પરંતુ ફરીથી આ પ્લાન્ટો ચાલુ થઈ જતા દાંતા તાલુકાના જશવંતગઢ (ભેમાળ) અને વજાસણ ના ગ્રામજનો દ્વારા આ મુદ્દાને લઇ જિલ્લા કલેકટર તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે 22 જેટલા ડામર પ્લાન્ટો આવેલા છે. જેના કારણે લોકોના આરોગ્ય, પશુ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે. તંત્રને રજૂઆત કરવામાં આવતા ઝડપથી પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.