ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા રહે છે. શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર મોટી સફળતા મેળવી છે. વહેલી સવારે મળેલી બાતમીના આધારે પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. એક શંકાસ્પદ ટ્રકની તપાસ દરમિયાન સીટ પેકેટના બોક્સની આડમાં છુપાવેલો મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 7300 નંગ બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.10.80 લાખ થવા જાય છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ટ્રક અને સીટ પેકેટ સહિત કુલ રૂ. 21.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.શામળાજી પોલીસ આંતરરાજ્ય સરહદ પર 24 કલાક ચેકિંગ કરી રહી છે. નાના-મોટા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- February 20, 2025
0
551
Less than a minute
You can share this post!
editor