મૂર્તિ નીકળ્યા ના સમાચાર વાયુવેગે પ્રસરતા ગામ લોકો મુર્તિ જોવા ઉમટી પડ્યા; ડીસા તાલુકાના વડાવળ ગામે આવેલી બનાસ નદીમાં લીઝ સંચાલકો દ્વારા નદીમાંથી રેતી ભરવામાં આવી રહી છે. ત્યારે જેસીબી દ્વારા રેતી ભરી રહ્યા છે. તે દરમિયાન રેતી માં દટાયેલી મુર્તિ મળી આવી છે.
વડાવળ માં બનાસ નદીમાં રેતી નું ખોદકામ દરમિયાન મૂર્તિ મળી આવ્યા ના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મૂર્તિ જેવા ગામ લોકો પણ નદીમાં પહોંચ્યા હતા. આ અગાઉ પણ આ ગામ આવેલ જૈન દેરાસર નજીક સમારકામ કરતા વખતે પણ પણ કીમતી ધાતુ મળી આવી હતી. વડાવળ ગામનો ઈતિહાસ પૌરાણિક અને મૈત્રક કાળ સાથે જોડાયેલ છે. ત્યારે જૈન દેરાસર ના પાછળના ભાગે આવેલી બનાસ નદીના પટમાંથી લીઝ ધારકો દ્વારા ખોદકામ કરતાં મૂર્તિ નીકળતા મોટી સંખ્યામાં ગામ લોકો સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે આ મૂર્તિ ક્યાંથી આવી અને કયા સમયની છે. તે વહીવટી તંત્ર દ્વારા તપાસ થાય તેવી માંગ છે.