મહેસાણા શહેરના સોમનાથ રોડ પર આવેલા ભીલવાસમાં પોલીસે દરોડો પાડી પ્રતિબંધિત ગાંજાનું વેચાણ કરતા એક વૃદ્ધને પકડી પાડ્યો છે. આરોપી છગનજી તોલાજી રાણા (ઉ.વ.71) પોતાના મકાનમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીના મકાનમાં દરોડો પાડતા ત્યાંથી વગર પરમીટનો 769 ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 9,690નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે.

- February 19, 2025
0
2,835
Less than a minute
You can share this post!
editor