અમીરગઢમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા આખલાઓનો ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે રખડતા આખલાઓએ અનેક મહિલા વૃદ્ધો અને વાહનોને નુકશાન પોહચાડ્યું છે. પરંતુ સ્થાનિક તંત્રના આંખ આડા કાન ઉપરાંત ગૌ રક્ષકોને માત્ર ગાડીઓમાં કતલ ખાને જતા ગૌ માતા પ્રત્યે દયા તો નંદીની દયનીય હાલત નું શું..? ગૌમાતા સહિત નંદી પણ આજના દિવસે પણ ઉકરડા અને કચરામાંથી પેટ ભરવા મજબૂર જ્યાં લોકો ગંદકી અને કાચ પ્લાસ્ટિક સહિતની વસ્તુઓનો ઢગ કરે છે. ત્યાંથી પોતાનું પેટ ભરવા ગૌમાતા અને નંદી મજબૂર તો શું આ રક્ષકો માત્ર ગાડીઓમાં જતા પશુઓને બચાવવા માટે તત્પર છે. પોતાનાં આંગણે અને ગલી, શેરી, મહોલ્લામાં તથા ગામમાં ફરતા પશુઓની રક્ષા કરવીએ ગૌ રક્ષા નથી…? કેટલીય ગૌ માતા શરીરે અને હાથ પગ પર આજે પણ અસહનીય પીડાથી પીડાઈ રહી છે. તો શું આપણી નજર સમક્ષ ફરતી એ ગૌમાતા અને નંદીની સારવાર અને રક્ષા કરવી એ આપણી પેહલી ફરજ નથી.

- February 19, 2025
0 59 Less than a minute
You can share this post!
editor