શિક્ષણ વિભાગ દ્વારા રિસીપ્ટ માં ડીઝીટલ બારકોડેડ જારી; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી બોર્ડ ની પરીક્ષા માટે નવતર પહેલ કરાઈ છે. ધો.10-12ની બોર્ડની પરીક્ષા બેસનાર વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીઓ ના પડે તે માટે સંપૂર્ણ માહિતી અને પરીક્ષા કેન્દ્રનું લોકેશન આંગળીના ટેરવે ટચ કરીને જાણી શકે તે માટે ડીઝીટલ બારકોડેડ કોડ આપવામાં આવ્યા છે.
આગામી 27 ફેબ્રુઆરી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. બનાસકાંઠા જિલ્લામાં 79,228 જેટલા વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે. ત્યારે આ વખતે બોર્ડ દ્વારા પરિક્ષાર્થી ને કોઇપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે બોર્ડ ની રીસીપ્ટ ના અંદર ભાગમાં બારકોડેડ કોડ ને સ્કેન કરી તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં કુલ 182 જેટલા પરીક્ષા કેન્દ્ર હોવાથી બોર્ડની પરીક્ષા દરમિયાન વિધાર્થી રાઇટ ટાઈમ પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે વિદ્યાર્થીઓ આપવામાં આવેલ પીડીએફ ફાઇલના બારકોડેડ કોડ થી પોતાનું પરીક્ષા કેન્દ્રનું લોકેશન ટ્રેક ટચ કરી ને પણ જાણકારી મેળવી લે તેવી પણ નવીન ડીઝીટલ વ્યવસ્થા કરવામાં આવી છે. તેવું જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલે જણાવ્યું હતું.