શંકાસ્પદ ઘી અને તેલના નમુના લઇ સરકારી લેબોરેટરીમા પૃથ્થકરણકરણ અર્થે મોકલી અપાય
ટીમની કાર્યવાહીના પગલે ખાધ સામગ્રીમાં ભેળસેળ કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપ્યો
પાટણ શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વિરુદ્ધ SOG પોલીસ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મોટી કાર્યવાહી કરી છે.
પાટણ શહેરના ત્રણ દરવાજા ઘીબજાર વિસ્તારમાં આવેલી મોદી ભાવેશભાઈ જેસંગભાઈની પેઢી ઉપર ચોકકસ બાતમી ના આધારે એફબીઓ પર દરોડા દરમિયાન શંકાસ્પદ ગુણવત્તાવાળો ધી- તેલ નો મોટો જથ્થો મળી આવ્યો હતો.ટીમ ની તપાસ દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી કુલ 1059 કિલો ઘી જેની કિંમત રૂ. 6,35,400 અને 86 કિલો તેલ, જેની કિંમત રૂ. 16,770 હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થો માનવ વપરાશ માટે અયોગ્ય હોવાની શંકાના આધારે ટીમ દ્વારા સીઝ કયૉ છે જે જથ્થા માં 15 કિલોના ફોર્ચ્યુન સોયાબીન તેલના 3 ડબ્બા અને જેમિની વનસ્પતિના 3 ડબ્બા મળી આવ્યા હોવાનું સુત્રો એ જણાવ્યું છે. વધુમાં, વિવિધ પેકિંગમાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 41 ડબ્બામાં 614 કિલો, 36 ડબ્બામાં 269 કિલો, 28 ડબ્બામાં 139 કિલો અને 19 ડબ્બામાં 37 કિલો ઘી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ વિવિધ બ્રાન્ડના ઘીના ચાર અને ખાદ્ય તેલના બે નમૂના લઈને સરકારી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા છે.
વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે કરવામાં આવી છે. આ કાર્યવાહીથી શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ પર અંકુશ લગાવવામાં મદદ મળશે.તંત્ર ની ટીમ સાથે ની કાયૅવાહી ને લઇ ખાધપદાથૅ માં ભેળસેળ કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.