બેવડી ઋતુને લઈ તાવ, શરદી અને ખાંસીની બીમારીનો ઉપદ્રવ; બનાસકાંઠા જિલ્લામાં ઠંડીમાં આકસ્મિક ઘટાડો નોંધાતા શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ડીસામાં પણ ઠંડી ઘટતાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. મહા મહિનાનું પખવાડિયું બદલાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે અને તાપમાન ઉચકાંતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જેથી પંખા ચાલુ કરવાની નોબત આવી છે.બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડી અનુભવાય છે. જેથી બેવડી ઋતુ વર્તાઈ રહી છે.જેના પગલે ઋતુ જન્ય જેવી કે તાવ, શરદી અને ખાંસી જેવી બીમારીઓનો ઉપદ્રવ વધ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. પણ આગામી 5 દિવસમાં તાપમાન ધીમે-ધીમે વધશે પરંતુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવે હવામાન બદલાઈ રહ્યું છે અને ધીમા પગલે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે.પણ ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાની શકયતા છે.