(જી.એન.એસ) તા. 13
નડિયાદ,
ખેડા પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે.
આ સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના ભરવાડ વિસ્તારમાં ધુપેલીના સ્લોટમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ચાલી રહી હતી. આ અંગેની માહિતી મળતા એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં મહંમદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઈ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદની ધરપકડ કરવામાં આવી છે. આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો છાપતા હતા.
એસઓજી પોલીસે પ્રિન્ટર, ચલણ છાપવાના સાધનો અને અન્ય કિંમતી સામાન જપ્ત કર્યો છે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવશે.