ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફકડાટ; પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનન માફિયા સામે પાટણ ખાણખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે બનાસ નદી ના પટમાં પાટણ ખાણખનીજની ટીમે દરોડા પાડી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ 1 મશીન મળી અંદાજીત રૂ.5 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
બનાસ નદીમાં ખનન માફિયાઓ કોઈપણ જાતની લીઝ ની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા હોવાની હકીકત ખાણ ખનીજ વિભાગના અધિકારી ના ધ્યાનમાં આવતા ગુરૂવારે ટીમે સરસ્વતી તાલુકાના ઉદરા ગામની બનાસ નદી ના પટ મા ઓચિંતો છાપો મારી ગેરકાયદેસર રેતી નું ખનન કરતાં ભૂ માફીયાઓ ના 10 ડમ્પરો અને 1 મશીન મળી અંદાજીત રૂ. 5 કરોડ નો મુદામાલ જપ્ત કરતાં ભૂ માફીયાઓ મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જોકે આ ગેર કાયદેસર રેતી નું ખનન કંબોઇ ગામના વિક્રમસિંહ સોલંકી નામના શખ્સ દ્વારા કરીને સરકારની તિજોરી માંથી કરોડો રૂપિયાની ચોરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પાટણ ખાણ ખનીજ વિભાગે આ મામલે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી ની દીશામાં ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. પાટણ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા ઉદરા બનાસ નદીના પટમાં ભૂ માફિયાઓ સામે કરાયેલી કાર્યવાહીને લઈને ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.