વિસનગર તાલુકાના કમાણા ગામમાં એક વૃદ્ધ પર થયેલા હુમલાના કેસમાં પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. 67 વર્ષીય મફતલાલ પાનાભાઇ વાઘેલા 10 જાન્યુઆરીના રોજ વિસનગર ભારતીય સંગીત વિદ્યાલયમાંથી ક્લાસ પૂરો કરીને પરત ફરી રહ્યા હતા. ગામના બસ સ્ટેન્ડ નજીક પસાર થતી વખતે નટવરભાઇ વિઠ્ઠલભાઇ પટેલ નામના શખ્સે બાઇક પર આવીને તેમને રોક્યા અને જાતિ વિષયક અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. જ્યારે મફતલાલે વિરોધ કર્યો ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો અને તેમના હાથમાં રહેલી સ્ટીક છીનવીને તેમના ડાબા કાંડા પર પ્રહાર કર્યો. પીડિતે પ્રથમ વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી, પરંતુ બીજા દિવસે દુખાવો વધતા તેમના પુત્રે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. આ ઘટના અંગે મફતલાલે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નટવરભાઇ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

- February 13, 2025
0 257 Less than a minute
You can share this post!
editor