ચીન અને ભારતની સેના લદ્દાખમાં બનાવવામાં આવેલા સ્ટ્રકચર તોડશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તણાવ ઘટાડવા માટે ભારત અને ચીન વચ્ચે ડિસએન્ગેજમેન્ટ પ્લાન તૈયાર થઈ ગયો છે. જે અંતર્ગત લદ્દાખના પેંગોગ લેકની આસપાસ બનાવવામાં આવેલા સ્ટ્રકચરને તોડવામાં આવશે અને પેટ્રોલિંગ પર પણ રોક લગાડવામાં આવશે. એપ્રિલ-મે પછી બંને દેશોની વચ્ચે તણાવ વધતા આ કન્સ્ટ્રકશન બનાવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે ફિંગર-4 અને ફિંગર-8 વચ્ચે પેટ્રોલિગ જેવી કોઈ પ્રવૃતિ પણ નહીં થાય, કેમકે ચીન પોતાની પહેલાંની પોઝિશન પર જવા માટે તૈયાર થઈ ગયું છે.

બને દેશ વચ્ચે દેપસાંગના મેદાની વિસ્તારને લઈને અલગથી વાતચીત થશે. અહીં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય સેનાના કેટલાંક પેટ્રોલિંગ પોઈન્ટ બંધ કરી દીધા છે. બે પેટ્રોલિંગ પોઈન્ટનો મુદ્દો ટૂંક સમયમાં જ થાળે પાડવામાં આવશે, જ્યાં સીનની સેના હજુ પણ યથાવત છે અને પહેલાં ફેઝમાં પાછળ નહીં હટે.

બંને દેશની સેનાઓએ પૂર્વી લદ્દાખ વિસ્તારમાંથી પીછે હટ કરવા માટે એક સમજૂતી તૈયાર કરી છે. ગલવાન વેલીમાં થયેલી અથડામણ પછી બંને દેશોએ મોટી સંખ્યામાં સૈનિક અને હથિયાર તહેનાત કર્યા છે. સમજૂતી અંતર્ગત સેના એપ્રિલ-મે વાળી સ્થિતિમાં પરત ફરશે. 6 નવેમ્બરે ચુશુલમાં થયેલી કમાન્ડર લેવલની વાતચીતમાં બંને પક્ષ વચ્ચે ડિસ એન્ગેજમેન્ટ પર ચર્ચા થઈ હતી.

ગલવાન વેલીમાં થયેલા સંઘર્ષ પછી ભારતે આ એરિયામાં 60 હજારથી વધુ સૈનિક અને મોટા પ્રમાણમાં હથિયાર તહેનાત કરવામાં આવ્યા હતા. તણાવને ઘટાડવા માટે અનેક વખત મિલિટ્રી અને ડિપ્લોમેટિક સ્તરની વાતચીત થઈ. વડાપ્રધાન મોદીની સૌથી વિશ્વાસપાત્ર ટીમ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે અને એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ લદ્દાખમાં રણનીતિક મોર્ચાબંધી મજબૂત કરી દીધી હતી.

ભારતે આક્રમક વલણ દાખવતા LAC પર ઉંચાઈવાળા વિસ્તારો પર કબજો કરી લીધો હતો. બીજી બાજુ ચીને પણ LAC પર મોટા પાયે પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી. ચીનના સૈનિક ભારતના પેટ્રોલિંગવાળા અનેક પોઈન્ટ સુધી પહોંચી ગયા હતા. જો કે ભારતના જવાનોએ પોસ્ટ પર કબજો કરવાના એક પ્રયાસ દરમિયાન ચીનને માત આપી હતી અને મહત્વના પોઈન્ટ પર પોતાનો કબજો કરી લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.