જમ્મુ અને કાશ્મીરમાં એલ.ઓ.સી નજીક બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં ત્રણ સેનાના જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી 2 સૈનિકોના મોત થયા છે. જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જમ્મુ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે થયેલા વિસ્ફોટમાં બે સેનાના જવાન શહીદ થયા છે અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલ.ઓ.સી) નજીક એક પ્રચંડ વિસ્ફોટમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે ભટ્ટલ વિસ્તારમાં વિસ્ફોટ થયો ત્યારે સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસના વિસ્ફોટને કારણે થયો હતો, જે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. તેમણે કહ્યું કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું વર્ણવવામાં આવ્યું છે.

- February 11, 2025
0
116
Less than a minute
You can share this post!
editor