માળીયા (મીયાણા)માં સરકારી અનાજના ગોડાઉનમાંથી થયેલી ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. પીઆઇ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના યમુનાનગરમાં રહેતા શિવરાજસિંગ કાલીચરન રાજપૂત તેમજ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાહુલ પૂજારામ રાજપૂતને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 11 ગુણી ચોખા, 4 ગુણી ઘઉં, બે મોબાઈલ અને એક ઇકો ગાડી સહિત કુલ ₹4,42,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સરકારી ગોડાઉનમાંથી ચોરી કરેલું અનાજ ખુલ્લા બજારમાં વેચી દેતા હતા. આ કેસમાં શનાળા પાસે રહેતા રમેશભાઈ નામના ત્રીજા આરોપીની સંડોવણી પણ બહાર આવી છે, જેની હજુ શોધખોળ ચાલુ છે. આ પ્રકરણમાં જો પુરવઠા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

- February 9, 2025
0
153
Less than a minute
You can share this post!
editor