ડીવાયએસપી સહિત પોલીક કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ દોડી: થરાદ તાલુકાના ખેગારપુરા ગામે શનિવારે બનેલી એક કરૂણાંતિકામાં રોડની બાજુમાં નાળાંની કામગીરી દરમિયાન કામ કરી રહેલા ચાર મજુરો પર અચાનક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં તેઓ માટી નીચે દટાઈ જવાથી મુત્યુ પામ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.જેમાં એક બાળક સહિત ચારના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થતાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત મુજબ થરાદના શનિવારે ખેંગારપુરા ગામે રોડની બાજુમાં દાહોદ બાજુના મજુરો નાળાંની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન રેતી ભરેલો ટ્રક તેના પર પલટી જતા એક બાળક અને 3 મહિલા દટાવાની દુર્ઘટનાની સર્જાવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતા. અને સ્થાનિક વહીવટીતંત્ર, 108 એમ્બ્યુલન્સની ઉપસ્થિતી વચ્ચે માટી નીચે દટાયેલા મજુરોને બચાવવા માટે જેસીબી મશીન દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એક બાળક સહિત ચારના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા હતા.તંત્ર દ્વારા અન્ય મજુરો દટાયેલા છે કે કેમ તે અંગે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાવના પગલે પંથક સહિત ચારેબાજુ અરેરાટીની લાગણી પ્રસરી જવા પામી છે.