વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કરવાનું જ કામ કર્યું : શકિતસિંહ ગોહિલ

વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કરવાનું જ કામ કર્યું : શકિતસિંહ ગોહિલ

રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ના સમર્થનમાં પ્રદેશ પ્રમુખની જાહેર સભા યોજાઈ રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના 7 વોર્ડના 28 ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં શનિવારે જંગી જાહેરસભા યોજાઈ હતી.

સભામાં ઉપસ્થિત રહેલા ગુજરાત કોગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની ઝાટકણી કાઢતા ગંભીર આક્ષેપો મૂક્તા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી રાધનપુરમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સરકારે નિયુક્ત કરેલા વહીવટદારો દ્વારા શહેરનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આ વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કરવાનું જ કામ કર્યું છે, જેના કારણે સામાન્ય નાગરિકો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે નગર એટલે જ્યાં નળ, ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સારી હોય, પરંતુ રાધનપુરમાં આ સુવિધાઓની સ્થિતિ દયનીય છે. મોંઘવારીના મુદ્દે પણ તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

આ જાહેરસભામાં AICC ઉત્તર ઝોનના ઈન્ચાર્જ સુભાસિની યાદવ, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર,પાટણ જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝુલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક ઉમેદવારો સહિત રાધનપુર ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *