છાપી નજીક કાર – બાઇક વચ્ચે અકસ્માત માં દૂધ મંડળી ના મંત્રી નું મોત

છાપી નજીક કાર – બાઇક વચ્ચે અકસ્માત માં દૂધ મંડળી ના મંત્રી નું મોત

વડગામના માહી ગામે પ્રસંગ માંથી પરત ફરતા કાળ ભરખી ગયો

કાર પોલીસ કર્મી ની હોવાનું અનુમાન, દારૂ ની બોટલ મળી આવતા ચાલક નશામાં હોવાના આક્ષેપચ વડગામ તાલુકાના છાપી નજીક ભરકાવાડા હાઇવે ઉપર શુકવાર બપોરે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાઇક ચાલક વડગામ ના ઢેલાણા દૂધ મંડળી ના મંત્રી હોવાનું જાણવા મળે છે.ઘટના ને લઈ લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા.

વડગામ તાલુકાના ઢેલાણા ગામની બીલેશ્વર દૂધ મંડળી ના મંત્રી પરથીભાઈ હીરાભાઈ આંકાલિયા શુક્રવારે માહી ગામે સગાઈ ના પ્રસંગ માં હાજરી આપી પરત ફરી રહ્યા હતા.તે દરમીયાન ભરકાવાડા હાઇવે ઉપર થી બાઇક લઈ ને પસાર થતા અમદાવાદ તરફ થી પુરઝડપે આવતી કાર ના ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક મંત્રી નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. જોકે પ્રત્યકદર્શી ઓના જણાવ્યા મુજબ કાર ના ડેસ્કબોર્ડ ઉપર પોલીસ લખેલી નેમ પ્લેટ મળી આવી હતી જ્યારે કાર માંથી દારૂ ની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. કાર પોલીસ કર્મી ની છે કે પછી અન્ય ની તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે.તેવું સૂત્રો એ જણાવ્યું હતું. ઘટના ને લઈ લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા.જ્યારે છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતુક ના દેહ ને પીએમ માટે વડગામ સિવિલ માં ખસેડવામાં આવ્યો હતો.કાર પોલીસ કર્મી ની હોવાનો અનુમાનચચ ભરકાવાડા હાઇવે ઉપર અકસ્માત સર્જનાર કાર પોલીસ કર્મી ની હોવાનું જાણવા મળે છે.જ્યારે કાર મા કેટલા ઈસમો હતા.અને નશા મા હતા તેવા સવાલ લોકો માં ઉઠવા પામ્યા છે.ત્યારે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તેવી મૃતુક નો પરિવાર માંગ કરી રહ્યો છે.

મૃતુકનું નામ

પરથીભાઈ હીરાભાઈ આંકોલીયા ઉ.વ. આશરે ૫૦ રહે.ઢેલાણા તા. વડગામ

પ્રાઇવેટ કાર માં પોલીસ ની નેમ પ્લેટ સવાલ ના ઘેરામાં; અકસ્માત સર્જી બાઇક સવાર ને મોત ના મુખ માં ધકેલનાર કારમાં પોલીસ ની નેમ પ્લેટ મળતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે. શુ કાર પોલીસ કર્મી ચલાવતો હતો કે પછી અન્ય વ્યક્તિ તે પોલીસ તપાસ માં  બહાર આવશે. પ્રાઇવેટ વાહનો માં પોલીસ ની નેમ પ્લેટ લગાવવા ઉપર જિલ્લા પોલીસ વડા કાર્યવાહી કરશે..કે.. પછી કાયદો માત્ર નાગરિકો માટેએ પણ એક સવાલ લોકો માં ઉઠવા પામ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *