સમીના અમરાપુર ગામેથી દેશી હાથ બનાવટની બંદુક સાથે એક શખ્સને એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે એસઓજી પીઆઈ જે.જી.સોલંકી પો.ના માર્ગદર્શન હેઠળ ટીમ એકશન પ્લાન બનાવી સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, એક ઇસમ દેશી હાથ બનાવટની બંદુક લઇને અમરાપુર પાર્ટીથી અમરાપુર ગામ જવાના રોડ ઉપર જઇ રહેલ છે જે હકીકતવાળી જગ્યાએ ટીમે રેડ કરતા દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિ.રૂ.૨૫૦૦સાથે રાજનભાઈ હેરુભાઇ મધરા(સિંધી) રહે.અમરાપુર પાટી તા. સમી જિ.પાટણવાળાને ઝડપી તેની વિરૂદ્ધ સમી પો.સ્ટે.મા આર્મ્સ એકટ મુજબનો ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી સમી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- February 8, 2025
0 110 Less than a minute
You can share this post!
editor