મહેસાણા શહેરની નજીક આવેલા બાસણા ખાતે આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં ગત થોડા દિવસો અગાઉ ઉર્વશી શ્રીમાળી નામની 19 વર્ષીય ભાવિ ડોક્ટરે અચાનક જ આત્મહત્યા કરી લેતા સમગ્ર મામલો જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જે સંદર્ભે મૃતક વિદ્યાર્થીનીની આત્માને સાચી શાંતિ અને તેના પરિવારને સાચો ન્યાય મળે તે માટે વિવિધ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાય માટે માંગ કરવામાં આવી છે. જોકે નોંધનીય બાબત એ છે કે ઉર્વશીની આત્મહત્યા બાદ યુદ્ધના ધોરણે પોલીસે સક્રિય કાર્યવાહી કરીને આત્મહત્યા કરવા મુજબૂર કરનારા લોકોની ધરપકડ કરી જેલના સળિયા ભેગા કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ જ્યારે આત્મહત્યા માટે દુસ્પ્રેરણ કરનારા તમામ ગુનેગારોને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કર્યા ત્યારે તેમના રિમાન્ડ માંગવામાં ન આવતાં આ મામલો વધુ ગંભીર અમે શંકાસ્પદ બની ગયો હતો. જ્યા કોર્ટમાં એક પણ વકીલો દ્વારા મર્ચન્ટ કોલેજના આરોપીઓ માટે હાજર ન રહેવાનું જણાવી તેનો વિરોધ દર્શાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે ઉર્વશી શ્રીમાળી નામની યુવતીએ કોલેજના હોસ્ટરલમાં જ આત્મહત્યા કરી હોવાથી વિધાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો જ્યાં કોલેજમાં વિદ્યાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સહયોગ મળતાં સમગ્ર મામલે ફરિયાદ બાદ ધરપકડ જેવા પગલાં લેવામાં આવ્યા હતાં. જે મામલે એબીવીપી સંગઠન દ્વારા મૃતક વિદ્યાર્થીનીના અપમૃત્યુ બાબતે ન્યાય માટે આવેદન આપવામાં આવ્યું હતું કર્યા બાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કલેક્ટરમે લેખિત આવેદન આપી ઉર્વશી શ્રીમાળી માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી. જે સંદર્ભમાં આજ રોજ મજેસના જિલ્લા બાર એસોસિએશનના તમામ વકીલોએ એકત્ર થઈને કલેકટર સમક્ષ આવેદન આપી મૃતક ઉર્વશી માટે યોગ્ય ન્યાયની માંગ સાથે મર્ચન્ટ કોલેજના બોગસ અને અણઘડ વહીવટ સામે લાલ આંખ કરી હત્યારાઓની કોલેજને કાયમી ધોરણે બંદ કરાવવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.