વાવ તાલુકાના ટડાવ થી દૈયપ સુધીનો 18 કિ.મી.સુધીનો સિંગલ પટીનો ડામર રોડ કરોડો રૂપિયા ના ખર્ચે બની રહ્યો છે.જે રોડ માં રનિગ કામમાં ગાબડા પડી રહ્યા હોવા છતાં સ્ટેટ વિભાગના જવાબદાર ના.કા ઈજનેર અને સુપરવાઈઝર આંખ આડા કાન કરી રહ્યા છે.આ બાબતે ટોભા ગામ ના કાળા ભાઈ ભૂરાભાઈ વેણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારી ટડાવ થી દૈયપ સુધી ના રોડની વર્ષો જૂની માંગ હતી. જે રોડ વાયા બાલુત્રી ટોભા પાનેસડા સણવાલ રતનગઢ થી દૈયપ સુધી સુંદર અને સરસ બને પરંતુ આડા મર રોડ ઉપર હજુ એક લેવલ થયું જ છે.બીજા લેવલ ની કામગીરી થઈ જ નથી અને તૂટી રહ્યો છે.રનિંગ કામમાં ગાબડા પડી રહ્યા છે.
જ્યારે આકોલી ગામના રબારી લક્ષમણ ભાઈ સવદાસ ભાઈ રબારી એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ ડામર રોડ રનિંગ કામમાં પાને સડા અને સણવાલ વચ્ચે જેવતા ભાઈ પટેલ ના ઘર પાસે તૂટી ગયો છે.હજુ રોડ બન્યા ને એક મહિનો પણ થયો નથી.આ બાબતે અમારા વાવ ખાતેના રિપોર્ટરે સ્ટેટ વિભાગ ના ના.કા.ઈજનેર અંકિત ચૌધરી નો ફોન પર સમ્પર્ક કરતાં તેઓ એ જણાવ્યું હતું કે આ કામ સ્થાનિક એજન્સી કરી રહી છે. અમો એ ગાંધીનગર થી કોલીટી ની વિઝીટ કરાવી છે હજુ એક લેવલ ની કામગીરી કરવાની બાકી છે જો ગાંધીનગર ની કોલીટી ની વિઝીટ થઈ હોય તો પછી રોડ તૂટી રહ્યો છે તે બાબતે કોલીટી એ શું તપાસ કરી એ ચર્ચા નો વિષય છે કરોડો રૂપિયા ના આ 18 કી. મી.ના ડામર રોડ માં ભારે ગેર રીતિઓની બુમરાડ ઉઠી રહી છે. જેમાં જવાબદાર ના.કા ઈજનેર અને સુપર વાઇઝરની કામગીરી સકમદ જણાઈ રહી છે. આ મુદ્દે આ વિસ્તારના 6 ગામના લોકો આવેદન પત્ર આપે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
ના.કા ઈજનેર ની કામગીરી ચર્ચા ના ચગડોળે ચડી છેલ્લા બે વર્ષ થી વાવ થરાદ સુઇગામ ના સ્ટેટ વિભાગ માં ના કા.ઈજનેર અંકિત ચોધરીએ ચાર્જ લીધો ત્યાર થી કોઈ લોકો ના ફોન પણ રિસીવ ન કરતા હોવાની બુમરાડ ઉઠી છે.વધુ માં સુઇગામ ખાતે બનતા રેસ્ટ હોઉસ ની કામગીરી માં પણ હલાબોલ થયો હતો. તેમજ વાવ સુઇગામ વિસ્તારમાં ચાલતા સ્ટેટ વિભાગ ના કામો માં ભારે ગેરરીતિ ઓની બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે વાવ સુઇગામ વિસ્તારમાં ચાલતા સ્ટેટના કામોની તપાસ જરૂરી બની ચુકી છે.