મહેસાણા જિલ્લાને વધુ એક વખત 2200 મેટ્રિક ટન ખાતર ફાળવાયું; સાંસદની રજુઆત સફળ થઈ

મહેસાણા જિલ્લાને વધુ એક વખત 2200 મેટ્રિક ટન ખાતર ફાળવાયું; સાંસદની રજુઆત સફળ થઈ

મહેસાણા જિલ્લાના ખેડૂતોની સતત ચિંતા કરી રહેલા સાંસદ હરિભાઈ પટેલે વધુ એક વખત ખેડૂતોના પ્રશ્નનું સુખદ નિરાકરણ કર્યું છે.ખેડૂતોને કૃષિ ઉત્પાદનમાં સૌથી મોટી સમસ્યા ખાતરની છે.જો યોગ્ય સમયે ખાતર ઉપલબ્ધ ન થાય તો ખેત ઉત્પાદકતા ઉપર અસર પડે છે.અને ખેડૂત ધાર્યું ઉત્પાદન નથી મેળવી શકતો.માટી સાથે જોડાયેલા ખેડૂત પુત્ર એવા મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ખેડૂતોની વેદના અને સમસ્યાને સારી પેઠે જાણે છે.અને એક લોક પ્રતિનિધિ તરીકે ખેડૂતોની સમસ્યા ઉકેલવા સાંસદ હરિભાઈ પટેલ સતત પ્રયત્નશીલ રહ્યા છે.આ કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોની ખાતર નહિ મળવાની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ખાતરનો જથ્થો સમયસર ફાળવવા રજુઆત કરી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના પ્રશ્ન ને લઈને સતત ચિંતા કરી રહી છે.ત્યારે ખાતરની જરૂરિયાતના વૈજ્ઞાનિક ઢબે થયેલા ડેટા એનાલિસિસને ધ્યાને લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારે મહેસાણા જિલ્લાના ખેડૂતોને સમયસર ખાતર મળે તેવી વ્યવસ્થા કરી છે. આજે મહેસાણા જિલ્લાને ઇફકો દ્વારા 2200 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો  ફાળવાયો છે. આ અગાઉ પણ ઇફકો દ્વારા મહેસાણા જિલ્લાને એક જ દિવસમાં 3000 મેટ્રિક ટન કરતા વધુ ખાતરનો જથ્થો ફાળવાયો હતો.ત્યારે આજે વધુ 2200 મેટ્રિક ટન ખાતર મહેસાણા જિલ્લાને ફાળવામમાં આવ્યું છે.મહેસાણા ખાતે વેગન મારફતે ખાતરનો જથ્થો પહોંચાડી દેવાયો છે.અને આજથી જ આ ખાતરનો જથ્થો ગ્રામ્ય સ્તરે મંડળીઓ સુધી પહોંચે તે માટે ઇફકો દ્વારા વિતરણ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.

આ અંગે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે,મહેસાણા જિલ્લાના ખેડૂતોને ખાતર માટે પરેશાન ન થવું પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને સતત રજુઆત કરવામાં આવી હતી.કેન્દ્ર અને રાજ્ય સરકારે આ રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની જરૂરિયાત મુજબ ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.આજે મહેસાણા ખાતે આવેલુ 2200 મેટ્રિક ટન ખાતર ખેડૂતો સુધી જલ્દી પહોંચે તે માટે ઇફકોના અધિકારી સાથે ચર્ચા કરી ત્વરિત વિતરણ વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે.જેને લઈને આ ખાતર આજે જ ગ્રામ્ય વિસ્તારની મંડળીઓ સુધી પહોંચી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *