ડોર ટુ ડોર કલેક્શન માટે મહેસાણા મહાનગરપાલિકાની 30 ટ્રીપરને લીલી ઝંડી

ડોર ટુ ડોર કલેક્શન માટે મહેસાણા મહાનગરપાલિકાની 30 ટ્રીપરને લીલી ઝંડી

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મહેસાણા શહેરને સ્વચ્છ બનાવવા માટે કચરાના કલેક્શન કરવા માટેની 30 જેટલા નવા ટ્રીપર પ્રાપ્ત થયા હતા. જેને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કલેક્ટર એમ.નાગરાજન, મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્રભાઈ ખટાલે તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર દર્શનસિંહ ચાવડા અને અફજલભાઇ મંડોરીએ લીલી ઝંડી આપી હતી. જેમાં આ 30 જેટલા ટ્રિપરને મહેસાણા નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં તેમજ મહાનગરપાલિકામાં સંમેલિત ગ્રામ્ય વિસ્તારોમાં  ટ્રિપરને રવાના કરવામાં આવ્યા હતા. જયાંથી આ ટ્રિપર દ્વારા મહાનગરપાલિકામા આવરી લેવામાં આવેલા વિવિધઆ વિસ્તારો માંથી લીલો અને સૂકો એમ બે પ્રકારનો સઘન કચરો એકત્રિત કરી યોગ્ય સ્થળે તેનો નિકાલ કરવામાં આવશે. આ પ્રસંગે મહેસાણા જિલ્લા ગ્રામ્ય મામલતદાર ગૌતમભાઈ વાણીયા તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *