પોલીસે આરોપીઓના રિમાન્ડ નહીં માંગતા શંકાના દાયરામા; મહેસાણા નજીક આવેલી બાસણા હોમિયોપેથીક કોલેજમાં ઉર્વશી શ્રીમાળી નામની ભાવિ ડોક્ટરે આત્મહત્યા કરી લેતા ચકારી બનેલી આ ઘટનામાં એક પછી એક કોલેજની વિરુદ્ધના ખુલાસાઓ અને ઘટસ્પોટ થતાં સમગ્ર મામલો જિલ્લાભરમાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે. વિદ્યાર્થીનીના આપઘાત મામલે પોલીસે વાત વણસતી જોઈને તાત્કાલીક દુસ્પ્રેરણ માટે જવાબદાર કોલેજના આચાર્ય સહિત અમય ચાર પ્રોફેસરો વિરુદ્ધ ફરિયાદ લઈ તાબડતોબ અટકાયત કરી હતી. જેમાં આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં પરંતુ કોર્ટમાં રજૂ કરવા છતાંય પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ કોર્ટ સમક્ષ ન માંગી ચૂપકીદી સેવી લેવામાં આવી છે.
બાસણા મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં બનેલી વિધાર્થીનીના આત્મહત્યાની ઘટના બાદ આરોપીઓને અટકાયત કરીને પોલીસે નાના નાના માછલાંઓ તો પકડી લીધાં પણ આવી મોટી ઘટના બાદ કોલેજના ગેર વહીવટી સંચાલકો રૂપી મોટા મગરમચ્છોને ક્યારે કાયદાની પકડમાં લેવામાં આવશે??? જિલ્લાભરના લોકોમાં ચાલતી ચર્ચા મુજબ કોલેજમાં આચાર્ય અને પ્રોફેસરોના રિમાન્ડ ન માંગીને પોલીસ દ્વારા મર્ચન્ટ કોલેજના ટ્રસ્ટીઓ અને વહીવટદારોને સાચવવામાં આવી રહ્યાં છે.
અત્રે નોંધનીય બાબત છે કે સમગ્ર ગુજરાતમાં ભૂતકાળમાં અનેક કોલેજોમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓના આપઘાતના બનાવો બનેલા છે. આવા બનાવોમાં આત્મહત્યા પાછળના કારણો, તથ્યો અકબંધ રહેતા હોય છે. જેના કારણે ફક્ત માતા-પિતાએ વ્હાલસોયા વારસદાર ગુમાવવાની કરુણ વેદના અને આક્રંદ જ જીવિત રહેતા હોય છે.આવી જ કરુણ ઘટના મહેસાણા-વિસનગર હાઇવે પર બાસણા નજીક આવેલી મર્ચન્ટ કોલેજમાં બની છે જેમાં હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતી 19 વષીય વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીએ કોલેજના ખોટી રીતેના દબાણ અને કનડગતના કારણોસર હોસ્ટેલમાં જ આપઘાત કર્યો હતો.
આ બનાવને લઈ કોલેજના જવાબદાર પાંચ વ્યક્તિઓ સામે દુષપ્રેરણ કરવાની મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામા આવી છે જ્યાં આ ઘટનાના પાંચ આરોપીઓમાં પ્રોફેસર વિપક્ષી સુરેશરાવ વસાનિક, પ્રોફેસર પ્રશાંત ચાંદમલજી નુવાલ, પ્રોફેસર વાય ચંદ્રા બોસ, પ્રોફેસર ડો.સંજય રીથ અને પ્રિન્સિપાલ ડો.કૈલાસ જીંગા પાટીલ પૈકી ચાર આરોપીઓને મહેસાણા જિલ્લા કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં પોલીસ દ્વારા કોઈ જ પ્રકારના રિમાન્ડ માંગવામાં આવ્યા નહોતા.જે લોકોમાં આશંકાનો વિષય બન્યો હતો. ચારે આરોપીઓને મહેસાણા સબજેલના હવાલે કરવામાં આવ્યા છે.