અકસ્માતમાં ઇજાગ્રત બનેલા બાઈક સવાર બે ને સારવાર અર્થે ખસેડાયા; રાધનપુર હાઇવે માર્ગ પર બનતા અકસ્માતો ને અટકાવવા ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી પાટણ જિલ્લાના હાઇવે પર દિવસે દિવસે માગૅ અકસ્માત ના બનાવો વધી રહ્યાં છે ત્યારે ગતરોજ સજૉયેલ અકસ્માતમાં બે નિદોર્ષ જીદગી મોતના મુખ મા ધકેલાઈ હોવાની સાહી સુકાઈ નથી ત્યાં ગત રાત્રી એ વધુ એક માગૅ અકસ્માત ની ધટના સજૉતા એક આશાસ્પદ યુવાનનું ધટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
આ અકસ્માતની મળતી હકીકત મુજબ ગતરાત્રે રાધનપુર-કંડલા હાઇવે પર રાધનપુર APMC સામે ના માગૅ પરથી પસાર થઇ રહેલા બાઈક ચાલકે માગૅ પરથી પસાર થતાં એક રાહદારીને અડફેટે લેતા રાહદારી યુવક રોડ પરના ડિવાઈડર ની લોખંડની ગ્રીલ સાથે ટકરાતા ગંભીર ઈજા ના કારણે તેનું ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું તો બાઈક સવાર બન્ને ઈસમો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા બન્ને સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર અને ખાસ કરીને રાધનપુર નેશનલ હાઈવે માર્ગ પર વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવોને અટકાવવા હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા પૂર ઝડપે એને ગફલત ભરી રીતે વાહનો હંકારતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બનવા પામી છે.