બનાસકાંઠામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં 12696 લાભાર્થીઓનું સર્વેક્ષણ

બનાસકાંઠામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં 12696 લાભાર્થીઓનું સર્વેક્ષણ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની મુદતમાં તા.14મી ફેબ્રુઆરી સુધી વધારો કરાયો

બનાસકાંઠા જિલ્લામા ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાત મંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા ગ્રામીણ કક્ષાએ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 12696 લાભાર્થીઓનું સર્વેક્ષણ કરાયું છે તેમજ આ આવાસ યોજનાના સર્વેની મુદતમાં અગામી તા.14 મી ફેબ્રુઆરી સુધી વધારો કરવામા આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારો કે જેઓને ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા લાભાર્થી માટે પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 હેઠળ તેમને પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તા. 1 થી 31 જાન્યુઆરી સુધી સર્વેક્ષણ કરીને ઓન લાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.જેમાં સરકાર દ્વારા આ સર્વેક્ષણ અગામી તા.14 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે.જેનો વધુમાં વધુ લાભાર્થીઓને લાભ લેવા માટે ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સર્વેક્ષણની કામગીરીમાં તાલુકા કક્ષાએથી નિયુક્ત કરેલ સર્વેયરો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 સર્વેની કામગીરી હાલમાં કાર્યરત છે બનાસકાંઠામાં કુલ 954 ગ્રામ પંચાયત છે.જેમાં 787 ગ્રામ પંચાયતની સર્વેની કામગીરી ચાલું છે.જ્યાં બાકીની 167 ગ્રામ પંચાયતોમાં કામગીરી કાર્યરત છે. જિલ્લામાં 31 મી જાન્યુઆરી સુધીમાં 11781 લાભાર્થીઓનું સર્વે પૂર્ણ કરવામાં આવ્યું છે.

31 મી જાન્યુઆરી સુધી 12696 લાભાર્થીઓનો સર્વે કરાયો; બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમીરગઢમાં 561,ભાભરમાં,394 દાંતામાં 2499, દાંતીવાડામાં 638, ડીસામાં 1412,દિયોદરમાં 223,ધાનેરામાં 482, કાંકરેજમાં 1207,લાખણીમાં 566,પાલનપુર માં 1337,સુઇગામમાં 295,થરાદમાં 1440, વડગામમાં 1010 અને વાવમાં 632 લાભાર્થીઓનો સર્વે કરાયો છે.

દાંતા તાલુકામાં સૌથી વધુ 2499 લાભાર્થી નોંધાયા; બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વેમાં અત્યાર સુધીમાં 12696 લાભાર્થીઓનો સર્વે કરાયો છે જેમાં સૌથી વધુ દાંતા તાલુકામાં 2499 લાભાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *