કચ્છનો પરિવાર સ્કોર્પિયો ગાડીમાં ઉનાવા દર્શનાર્થે જઈ રહ્યો હતો અને અકસ્માત નડ્યો: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી પાસેના માગૅ પર સ્કોર્પિયો ગાડી પલટી ખાઈ જતા સજૉયેલ ગમખ્વાર અકસ્માત બે વ્યક્તિ ના ધટના સ્થળે મોત નિપજ્યા હોવાનું અને સાત વ્યકિત ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત ની મળતી માહિતી મુજબ કચ્છના ચૂડવા ગામના કુરેજા પરિવારના સભ્યો સ્કોર્પિયો ગાડી લઈને ઉનાવા દશૅનાર્થે નિકળ્યો હતો ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર- બામરોલી માગૅ પરથી તેઓની પસાર થઇ રહેલ સ્ક્રોપીયો ગાડીના ચાલકે સ્ટેરિગ પરનો કાબૂ ગુમાવતાં સ્ક્રોપીઓ ગાડી રોડ પર પલ્ટી ખાઈ જતાં સ્ક્રોપીઓ ગાડીમાં બેઠેલા પરિવારના સભ્યો પૈકી બે વ્યક્તિના ધટના સ્થળે જ મોત નિપજયા હતા. જ્યારે સાત વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. અકસ્માતની જાણ પોલીસ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તો પૈકી બે બાળકી અને બે બાળક સહિતનાઓને સારવાર માટે રાધનપુર અને પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે ઈજાગ્રસ્તોમાં એક મહિલા અને એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક
1 ઉસ્માન ઉમર કુરેજા ઉંમર 55 વાહન ચાલક
2 ફરીદાબાઈ ઓસામણભાઈ કુરેજા ઉમર 50
ઇજાગ્રસ્ત
1 જુસબ હાજી કુરેજા 60વર્ષ
2 જેનબ આમદ કુરેજા 6વર્ષ
3 તસબીમ આમદકુરેજા 11વર્ષ
4 હાજરા જુસબ કુરેજા વર્ષ 18
5 આશિયા અસગર કુરેજા 18વર્ષ
6 ઉમરભાઈ અશગર ભાઈ કુરેજા 10વર્ષ
7 અસિફઅશગર કુરેજા 5વર્ષ