કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન સામે આવેલી એક કાપડની દુકાન માં શોર્ટ સર્કિટ ના કારણે લાગી આગ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીની ઘટના સામે આવી કાપડની દુકાનમાં આગ લાગતાં લાખો રૂપિયા નું નુકશાન થયું. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અસરથી પાણીનું ટેન્કર લાવી ને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા.
આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકોના ટોળા ઉમટી પડયા હતા ત્યારે સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા જોકે કાપડ ના કારણે આગ વધુ પ્રસરી ગઈ હતી અને દુકાનદાર ને લાખો રૂપિયા નું નુકશાન થયું અને દુકાન બળી ને શાફ થઇ ગઇ હતી. આગ અંગે ની જાણ થરા ફાયર વિભાગ ની ટીમ ને કરતા ફાયર ટીમ ઇમરજન્સી ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મોટાભાગનો હિસ્સો બળીને ભસ્મ થઈ ગયો હતો ત્યારે હવે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક શિહોરી છે. તેમ છતાં ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ નથી એ વાત સાચી છે ત્યારે હવે સ્થાનિક તંત્ર દ્વારા શિહોરી તાલુકા નુ મુખ્ય.મથક હોઈ શિહોરી ખાતે ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી લોકો ની માંગ ઉઠી છે. જોકે અગાઉ પણ શિહોરી ખાતે આગ લાગવાના બનાવો સામે આવ્યા છે.