ઝાડ કપાતું હોય જોવા ગયા અને અચાનક ડાળુ માથામાં પડતાં ધટના સ્થળે જ યુવાન ના પ્રાણ નિકળી ગયા ચાર પૈકી ત્રીજો ભાઈ પણ અકસ્માતમાં મોતને ભેટ્તા પત્ની અને ચાર બાળકોએ છત્રછાયા ગુમાવી પાટણ શહેરના ફુલણીયા હનુમાન મંદિર રોડ પર આવેલ બોરડીવાળા માતાજીના મંદિર પાસે હારીખાડ આંટામાં આવેલ ખેતરમાં અરડુસાનું ઝાડ કાપતા હતા તે જોવા ગયેલ પટણી પરિવાર ના ચાર લોકો ઉપર વૃક્ષ નું ડાળુ પડતા ત્રણ લોકો ને ઈજાઓ થવા પામી હતી જયારે એક પટણી યુવાનનું ગંભીર ઈજાઓ ના કારણે ધટના સ્થળે જ મોત નિપજતા મૃતક યુવાનનાં પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો જોકે આ બનાવની પોલીસ મથકે કોઈ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
આ સનસનાટી ભરી ધટના ની મળતી હકીકત મુજબ પાટણ શહેરના ફુલણીયા હનુમાન મંદિર રોડ પર આવેલ બોરડીવાળા માતાજીના મંદિર પાસે હારીખાડ આંટામાં આવેલ ખેતરમાં અરડુસાનું ઝાડ ખેતર માલિક કાપતા હતા તે જોવા ગયેલ પટણી પરિવારના ચાર લોકો પૈકીના નારણભાઈ સોનજીભાઈ પટણી (ઉ.35 વર્ષ) પણ તેમના પીતરાઈ ભાઈના ખેતરના સહીયારા શેઢા ઉપર આવેલ અરડુસાનું ઝાડ કાપવાની કામગીરી જોવા ગયા હતા ત્યારે અચાનક ઝાડનું મોટું ડાળુ તેમના ઉપર પડતા નારણભાઈ ઝાડના ડાળા નીચે દટાયા હતા અને તેઓને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી તો તુષારભાઈ પોપટભાઈ પટણી તેમજ સંજયભાઈ લક્ષ્મણભાઈ પટણીને પણ પેટ અને પીઠના ભાગે ઈજાઓ થઈ હોય બનાવ ના પગલે સ્થળ ઉપર હાજર નરેશભાઈ પટણી,અતુલભાઇ પટણી,કલ્પેશભાઈ,મનુજી ઠાકોર વગેરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ નારણભાઈ સહિતનાઓને ખાનગી વાહનમાં શહેર ની જનતા હોસ્પિટલ સહિત ની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા જનતા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે નારણભાઈ પટણી ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તુષારભાઈ સહિત ના ઈજાગ્રસ્તો અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના મા મૃત્યુ પામેલા નારણભાઈ પટણી ના પરિવાર મા અગાઉ બે ભાઈઓ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાનુ જાણવા મળ્યું છે તો ત્રીજા ભાઈનું પણ અકસ્માતમાં મોત થતુ ચાર બાળકો સહિત પત્ની એ પરિવારનો મોભી ખોયો હોવાનું મૃતક નારણભાઈના ભાઈ દિલીપભાઈ પટણી એ જણાવ્યું હતું. જોકે આ ધટના ની પોલીસ દફતરે હજુ સુધી કોઈ ફરિયાદ નોધાઈ હોવાનું જાણવા મળ્યું નથી.