ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત : વહેલી સવારે શાળાએ અભ્યાસે જતાં બાળકો સહિત નોકરીએ જતાં લોકોની હાલત કફોડી, બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થતાં કડકડતી ઠંડી પડી રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી ન્યુનતમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. જેના કારણે આંશિક ગરમી નો અહેસાસ થઇ રહ્યો હતો પરંતુ ઉત્તર ભારત ના મેદાની વિસ્તારોમાં વાતાવરણમાં આવતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં 12 કિમી ની ઝડપે પવનો ફુંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે જેને પગલે જનજીવન પર ભારે અસર વર્તાઈ રહી છે ઉત્તર ભારત ના પહાડી વિસ્તારો માં વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસર ને લઇ વાતાવરણમાં પલટો આવતા અનેક સ્થળો ઉપર બરફ વર્ષા થતા જેની સીધી અસર મેદાની વિસ્તારો સહિત ગુજરાતના અનેક ભાગોમાં પડતી હોવાના કારણે હવામાન વિભાગે આગામી 24 જાન્યુઆરીથી ફરી એકવાર ઠંડી વધવાની આગાહી કરી હતી તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં બુધવાર ની સાંજ થી કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે.
વધુ પડતી ઠંડી પડે તો ખેતીના પાકોને પણ નુકસાનકારક છે: ખેડૂતો આ અંગે ખેડૂતો ના મતે ખેતીના પાકો માટે એ પ્રમાણસર ઠંડીની જરૂર પડતી હોય છે પરંતુ ઠંડી અને ગરમીના વધઘટને કારણે ખેતીના પાકો ને નુકસાન થતુ હોય છે ત્યારે ફરી એકવાર ઠંડીની આગાહી કરી છે જેના કારણે ખેતી ના પાકો ને તેની અસર જોવા મળી શકે છે.
લગ્નસરાની સિઝન વચ્ચે ઠંડીનું પ્રમાણ વધતાં લોકો ની મુશ્કેલીઓ વધી શકે તેમ છે; બનાસકાંઠા જિલ્લામાં શુભ અને માંગલિક પ્રસંગો મોટા પ્રમાણમાં યોજાઇ રહ્યા છે તેવા સમયે ઠંડીનું પ્રમાણ વધવાથી લોકોની મુશ્કેલી વધી શકે તેમ છે ઠંડીના કારણે ખાંસી શરદી તાવ જેવી બિમારીઓનું પ્રમાણ વધી શકે છે ઉપરાંત લગ્નો ની સિઝન ભરપૂર હોવાથી લોકોને ઠંડીમાં આરોગ્યની પણ ખૂબ જ કાળજી લેવાની જરૂર રહેશે.