પાલિકાની ટીમે રૂ. 7700 નો દંડ વસૂલ કરી 30 કિલો પ્લાસ્ટિકનો જથ્થો નાશ કર્યો; પાલનપુર નગરપાલિકા સેનિટેશન શાખાની ટીમ દ્વારા શહેરમાં આવેલી પાંચ જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગંદકી તેમજ નિયમ કરતા ઓછી ગુણવત્તા વાળું પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી તેમજ ચીફ ઓફિસર જીગર પટેલ અને સેનિટેશન શાખાના ચેરમેન પાર્થ ઠાકોરની સૂચનાથી સેનિટેશન શાખાના શૈલેષભાઈ ચૌધરી, ઓમકારભાઈ સોની સહિતની ટીમ દ્વારા પાલનપુર શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં આવેલ પાંચ જેટલી દુકાનોમાં ચેકિંગ કરી રૂપિયા 7700 નો દંડ વસૂલ કરી 30 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો તેમજ આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખી દુકાનોમાં ગંદકી રાખતા તેમજ નિયમ કરતા ઓછી ગુણવત્તા વાળું પ્લાસ્ટિકનું વેચાણ કરતા વ્યક્તિઓ સામે લાલ આંખ કરવામાં આવશે.